તાજેતરમાં એયુકેશન સોસાયટી સંચાલિત ઉતમ સેકન્ડરી ઈગ્લીશ સ્કૂલ તથા સાઉથમ્પટોન વૈદિક સોસાયટી હાયર સેકન્ડરી ઈગ્લીશ સ્કૂલના સંયુકત પ્રયાસે યુનેસ્કો દ્રારા માતૃભાષાના પ્રસારવિશ્ર્વની ભાષાકીય અને સાંસ્કૃતિક પરંપરાની જાગૃતિ માટે તથા પારાસ્પરિક સમજણ, સહિષ્ણુતા અને સંવાદના આધારે એકતાને બળ મળે તે હેતુથી માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી. જે અંતર્ગત વિધાર્થીઓ દ્રારા પ્રાર્થના સભામાં બંધારરના આમુખ, રાષ્ટ્ર્રીય પ્રતિજ્ઞાનું વાંચન ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં કરવામાં આવ્યું તથા વિવિધ ભાષા જેવીકે બંગાળીમાં લખાયેલા રાષ્ટ્ર્રીય ગીતનું ડિસ્પ્લેય શાળાના નોટિસ બોર્ડમાં કરવામાં આવ્યું હતું.આ ઉજવણી દરમિયાન શાલાના આચાર્ય ડો.ફરીદ ખોજાએ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તથા કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો પટેલ હેતલ, જયશ્રી રતાળ, નિધિ ગૌસ્વામી તથા જયશ્રી આદિદ્રવિદ દ્રારા કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રવૃતિઓમાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો. માતૃભાષા દિવસની ઉજવણી બદલ સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પલણ, મંત્રી પ્રફુલભાઈ પંડયા, ખજાનચી મુકેશભાઈ શાહ, કો–ઓડિર્નેટર ડો.શિલ્પાબેન ભટ્ટ દ્રારા શાળાના આચાર્ય અને શિક્ષકોને આયોજન બદલ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા તથા વિધાર્થીઓને શુભેચ્છા આપી હતી.