ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવેલ જેને કચ્છના સાંસદશ્રીએ આવકારતા જણાવ્યુ હતું કે સર્વે ક્ષેત્ર ને આવરી ખુબજ સારું બજેટ રજૂ કરેલ છે કચ્છને વધારાનું નર્મદા નું પાણી 1 મિલિયન એકર ફિટ પાણી પહોંચાડવા ના આયોજન માટે 1048 કરોડ ની ફાળવણી કરેલછે, કૃષિ, ખેતરોના ગોડાઉન અને એન.એ. કર્યા વગર ખેડૂતોને ગોડાઉન બનાવવા મંજૂરી, શિક્ષણ માટે 31,995 કરોડ પશુ પાલન, મત્સ્યોધોગ, વૃધ્ધોને સહાય વન પર્યાવરણ, માટે 1081 કરોડ ની સાથે વન રક્ષણ અને સંવર્ધન માટે 281 કરોડ, આયુષ્માન યોજના હેઠળ 450 કરોડ ની જોગવાઈ 150 નવી એમ્યુલેન્સ ખરીદવા 27 કરોડ કોલેજ ના પ્રવેશ મેળવવા વિધાર્થીઓને ટેબલેટ માટે 200 કરોડ આરોગ્ય અને પરિવાર માટે 11243 કરોડ, આંગણવાડી, ટ્રાફિક સમસ્યા હળવી કરવા 500 કરોડ, પ્રાથમિક શાળા 404 મધ્યાન ભોજન કેન્દ્ર માટે 10 કરોડની જોગવાઇ નવા વર્ગ ખંડ , આદિજાતિ વિકાસ, નવા બસ સ્ટેશનો, બેટી બચાવો અને વ્હાલી દીકરી યોજના માટે 50 કરોડ સહિત સર્વ ગ્રાહી 2.17 લાખ કરોડ નું ગુજરાતની પ્રગતિ ને પ્રોત્સાહન આપતું બજેટ છે,