ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીસ એસોસીએશન (ફોકિયા), કચ્છ કલેકટોરેટ અને કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટીના પ્રોત્સાહનથી સમગ્ર ગુજરાતમાં જેની પ્રથમ વખત પહેલ કરી છે તે કચ્છ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા ફોરમ (કેઆઇએએફ) નો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનુ છે અને આ દ્વારા કચ્છ ના વિદ્યાર્થીઓ ની employability skill વધારી અને રોજગારની સારી તકો પૂરી પાડવાનો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા નો વિકાસ થાઇ તથા સમગ્ર જિલ્લામાં સ્ટાર્ટ-અપની પ્રવ્રુતિને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઉભુ કરવાનું કામ પણ KIAF કરે છે.
KIAF ના આ ઉદેશના ભાગ રૂપે આ સેમીનારનું આયોજન કરવામા આવેલ છે જેમા પ્રથમ સત્રમાં ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ પર અને બીજા સત્રમાં બિઝનેસ ડેવલપમેન્ટ અને એન્જલ ઇન્વેસ્ટમેન્ટ માટે સ્ટાર્ટઅપ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિશેની માહિતી આપવામાં આવી હતી.
યુએસએ અને ચીન પછી ભારત તેના ‘સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ’ ની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સમાં ભારત હાલમાં ૫૭ મા સ્થાને છે અને સ્ટાર્ટઅપ ખોલનારા વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેર તરીકે બેંગલુરુ ત્રીજા ક્રમે છે. ભારતે એકલા ૨૦૧૮ માં ૧૨૦૦+ સ્ટાર્ટઅપ્સ ઉમેર્યા હતા અને ‘એડવાન્સ્ડ ટેક’ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ૫૦% થી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. ગુજરાત રાજ્ય સરકાર હાલમાં ૧૮૪ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરે છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં લક્ષ્ય ૭૦૦૦ કરોડના ખર્ચે ૨૦૦૦ સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવાનું છે. આ ઉપરાંત ભારતના કુલ ફન્ડેડ સ્ટાર્ટઅપમાં ૪૩% સ્ટાર્ટઅપ સાથે ગુજરાત મોખેરે છે. આ સેમીનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રી રવિન સંઘવી (ફ્રીલેન્સર, સ્ટાર્ટઅપ મેન્ટોર, MSME ગ્રોથ એડવાઇઝર, ફંડિંગ ફેસિલિટૅટોર એન્ડ એન્જલ ઇન્વેસ્ટર) સહભાગીઓને નવી સ્કેલેબલ સાહસ શરૂ કરવાની પ્રક્રિયા, પડકારો, જોખમો અને પારિતોષિકોને સમજવામાં સહાય ઉપરાંત પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી સાધનોથી અવગત કરવામાં આવેલ હતા. તેમજ પ્રારંભિક મૂલ્યો અને સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય શરૂ કરવા અને ચલાવવા માટેની માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત પ્રારંભિક ભંડોળ ઊભું કરવા અને ધિરાણની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
સેમીનારમાં ફોકિયા ના એમ ડી શ્રી નિમિષ ફડકેએ મેમેન્ટોઆપીને ડો. દર્શના સી. ધોળકિયા, વાઈસ ચાન્સેલર, કચ્છ યુનિવર્સિટી નુ સ્વાગત કર્યું હતું. તેમજ ખાસ ઉપસ્થિત રહેલા ગવરમેન્ટ એન્જિનિરીંગ કોલેજ, ભુજના પ્રિન્સિપાલ ડૉ. પ્રવીણ પી. રાઠોડ તેમજ મુખ્ય વક્તા શ્રી રવિન સંઘવી, ફ્રીલેન્સર નું મેમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર ડો. તુષાર હાથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વિવિધ કોલેજો ના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અનુભવી ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, ઇન્ટરેક્ટિવ વર્કિંગ પ્રોફેશનલ્સ સહિત બંને સત્રમાં કુલ ૩૫૦ થી વધારે લોકો હાજર રહ્યા હતા.આ સેમિનારમાં આભાર વિધિ શ્રી કપિલ લાખાણી, આસી. પ્રોફેસર, વિરાયતન ઇંસ્ટિટ્યૂટ ઓફ એંજીનિયરિંગ દ્વારા કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમ નું સંચાલન સ્નેહા ચાવડા એ કર્યું હતું. શ્રી મહિપાલસિંહ ઝાલા, જીગર મકવાણા, મનીષ લોંચા અને ભરત બારોટે સેમીનારની વ્યવસ્થા સંભાળી હતી.