વિર સાવરકરજીની પૃણ્યતિથી નિમિતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામા આવી.

આજરોજ સ્વતંત્ર સેનાની એવા મહાન ક્રાંતિકારી વિર સાવરકરજીની પૂણ્યતિથી નિમિતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય, ભુજ મધ્યે આજે પષપ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સવારે સૌ પ્રથમ જિલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિર સાવરકરજીને પુષ્પાંજલી અપણ કરવામાં આવી હતી. આ અંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના એવા સાવરકરજી એક પ્રખર રાષ્ટ્રવાદી નેતા પણ હતા, તે ઉપરાંત તેઓ મહાન ક્રાંતિકારી, સિઘ્ધ હસ્તલેખક, પ્રખર વકતા અને દુરદર્શી રાજનેતા પણ હતા. વધમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના જીવનમાંથી અને બલિદાનમાંથી આપણે પણ સો શીખ લઈ અને તે દિશામાં આગળ વધીએ અને સાવરકરજીને સાચી શ્રઘ્ધાંજલી અર્પીએ. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ભજ તાલકા ભાજપ પ્રમખ ધનજીભાઈ ભવા, ભજ શહેર મહામંત્રીઓ અનિલભાઈ છત્રાળા, ઘનશ્યામભાઈ ઠકકર, ભુજ શહેર સંગઠનના બાલકૃષ્ણ મોતા, જયદિપસિંહ જાડેજા, ભાવેશભાઈ ઠકકર, શીતલભાઈ શાહ, કાસમભાઈ કુંભાર, મંદાબેન પટણી, હસ્મિતાબેન ગોર, ભજ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જયંત ઠકકર, અનવર નોડે સહિત શહેર સંગઠન હોદેદારો, નગરપાલિકાના કાઉન્સીલરશ્રીઓ ઉપસ્થિત રહયા હોવાનં કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસીકલાલ કકરની યાદીમાં જણાવાયું હતું.