ખારીરોહર ની પેટ્રોલ ચોરી માં છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કડલા ટર્મિનલ થી ખારીરોહર પાસેથી પસાર થતી પેટ્રોલ-ડીઝલની પાઇપલાઇનમાં કાણું પાડીને પેટ્રોલ ચોરી કરવામાં આવ્યું હતું આ પેટ્રોલ ચોરીમાં ખારીરોહર કુંભારવાડામાં રહેતા જાકુબ ઉર્ફે કાલી પટેલ જુસબ કકલ છ માસથી ફરાર હતો પોલીસે તત્કાલીન ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી દરમિયાન આરોપીને પીઆઇ સાથે પીએસઆઇ બી જે જોશી, આસિસ્ટન્ટ  સબ ઇન્સ્પેક્ટર  કીર્તિકુમાર ગેડીયા,હેડ કોસ્ટેબલ ગલાલ ભાઈ પારગી કનુભા ગઢવી રાજદીપસિંહ ઝાલા રવિરાજ સિંહ પરમાર સહિત ના સ્ટાફ એ  આરોપીને પકડી પાડ્યો હતો.