કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રસંગમાં મદિરાની છોળો ઉડવાનો વીડિયો વાયરલ થયાના ૨૪ કલાકમાં પશ્ચિમ કચ્છ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. આ દારૂ મહારાષ્ટ્રના પુનાથી સંબંધીઓ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે તમામ આરોપીના રિમાન્ડની માંગણી કરાશે. મંગલજીના પુત્રના લગ્ન હોવાના કારણે મુન્દ્રાના કાંડાગરા ગામે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે દારૂ રાખવા, મંડળી રચવા અને અન્યને પ્રેરણા આપવાનો ગુનો હાલમાં દાખલ કર્યો છે. નોંધનીય છેકે કચ્છના મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે 25 ફેબ્રુઆરીએ લગ્ન યોજાયા હતા. જેમાં દારૂની રેલમછેલ સાથે નશામાં ધૂત થઈ દારૂડીયાઓએ પાર્ટી ઉજવી હતી. હવે આ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે