પૂર્વ કચ્છ ની 25 બાઈક ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ને એક આરોપીને ઝડપયો

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ એ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે આડેસર પોલીસ ને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે આરોપી મહેશ ઉર્ફે ગુંડો રામુ વાઘેલા ને ઝડપી તેમના કાનમેર સ્થિત ઘરની તલાશી લેતા અલગ અલગ કંપનીઓની 25 બાળકો મળી આવી હતી આરોપીની પૂછપરછ કરતા આરોપી મહેશ ઉર્ફે ગુંડો રામુ વાઘેલા 2019 થી છેલ્લા એક વર્ષ દરમિયાન તેમણે અલગ અલગ વિસ્તારોમાંથી અન્ય શખ્સો સાથે મળી ને બાઈક ચોરી કરી છે ખાસ કરીને ગાંધીધામમાંથી મોટાભાગની બાઈક ચોરી કરી છે જે બાઇકને હેન્ડલ લોક લગાવેલું તેવી બાઈક ને નિશાન બનાવીને ચોરી કરીને લઇ જતો હતો હાલ તેમના ઘરેથી 25 બાઇક કબજે કરી છે તેમની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા છે પોલીસ તેને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે ઝડપાયેલા આરોપી ગાંધીધામ એ ડિવિઝન આદિપુર અને મોરબી માં ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલો છે હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને વધુ ચોરીના ભેદ ઉકેલાવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.