અંજારમાં ટ્રેનની અડફેટે આધેડનું મોત

4a40e465-f8a8-48ef-91fc-bdf4ee82dde8

કચ્છના અંજાર રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે આધેડનું મોત નીપજ્યું છે. મુંબઇથી ભુજ આવતી સયાજીનગરી ટ્રેનની હડફેટે આધેડનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. વહેલી પરોઢે છ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ભોગ બનનાર વ્યક્તિએ ટ્રેન નીચે આવી ઝંપલાવ્યું હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે હાલ પોલીસે મૃતકની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે