સામખિયાળી નજીક થયેલી અઢી લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

content_image_4ba29583-a735-4a65-a2cb-e8e161da2dce

જાણવા મળતી વિગતો મુજબ હોટલમાં તમે દારૂ વેંચો છો તેવું કહીને પોલીસના નામે હોટલ માલિક પાસેથી રૂા.અઢી લાખની લૂંટ કરવામાં આવી હતી. આ બનાવમાં હોટેલ માલિકે પોલીસને જાણ કરી હતી. સમગ્ર બનાવમાં જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે રામજશ ઉર્ફે રમેશ પ્રતાપ રામ બિશ્નોઈ, ધુ્રવ નરશી ગઢવી, શ્યામ રાજેશ ગઢવી, ગુરૂદેવસિંઘ સતનામસિંઘ શરદારને ઝડપી પડાયા હતા. તેઓએ લૂંટની કબુલાત આપી છે. આરોપીઓના કબ્જામાંથી એક કાર, મોબાઈલ, રોકડા રૂપિયા ૩૯૭૦૦ કબ્જે કરાયા છે. આ લૂંટમાં જયેશ ખીમકરણ ગઢવી નાસતો ફરે છે જેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષીતા રાઠોડના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા શખ્સોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ઈસમો અન્ય કોઈ લૂંટમાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.