ભુજના વાંઢાય ગામ ખાતે નવી ભોજન પ્રથા પર આધારીત ચાર દિવસીય દ્રાક્ષ અને રસાહાર શિબિરનું આયોજન ઉમીયા માતાજી સંસ્થાન ખાતે યોજાયું હતું. જમાં ૧પ૦થી વધુ સાધકો જોડાયા હતા. આ શિબિરમાં ઉપવાસ અને રસાહાર કેવી રીતે કરવુ એ વિશે સમજણ આપવામાં આવી હતી અને રોગ મુક્ત લાંબુ આયુષ્ય ભોગવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. હઠીલા અને અસાહ્ય મનાતા રોગોથી મુક્તિ મેળવવા સંજીવની ક્રિયા (એનીમા) પર ખાસ ભાર મુકવામાં આવ્યું હતું.માનવીને દાંત આવી ગયા પછી દુધાહારનું કોઈ મહત્વ નથી છતાં શક્તિ અને પોષણ જેવી માન્યતાના લીધે લોકો હોંશે હોંશે દુધ અને દુધની બનાવટો આરોગીને બીમારીને આમંત્રણ આપે છે. ખોરાકને રાંધ્યા બાદ તેનું સત્વ નષ્ટ થઈ જાય છે અને તે રાજસી કે તામસી બની જાય છે. જ્યારે કાચુ ખાવાથી માત્ર રોગોમાંથ મુક્તિ ન મળતા લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે તેવું શિબિરના માર્ગદર્શક રાજેશભાઈએ જણાવ્યુ ંહતું.બીબી ચૌહાણ પ્રેરીત આ શિબિરમાં મોટા આંતરડાની સફાઈ માટે એનિમાનો ઉપયોગ કરાય છે. ડો.જયેશભાઈ મકવાણાએ એનીમાથી થતા ફાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્ય હતું. નરહરી પંડયાએ કાંચુ તે સાચુ નવી ભોજન પ્રથાની સમજણ આપી હતી.