પોલીસ સૂત્રોએ વિગતો આપતા કહ્યું હતું કે કોટડા રોહા રહેતા હંસાબેન ફકીરભાઈ કોલી ને whatsapp ઉપર એક કોલ આવ્યો હતો તો તેમાં તમને કેબીસીમાં 25 લાખનું ઈનામ લાગ્યું છે તેમ કહ્યું હતું આ પૈસા તમારા ખાતામાં જમા કરાવવાના છે પણ તે પહેલા તેનો પિન કોડ તોડવવો જરૂરી છે જેના માટે ૩૫ હજાર રૂપિયા ભરવા પડશે તેમ કહીને અલગ અલગ એકાઉન્ટ નંબર માં 35000 ભર્યાં બાદ હંસાબેન અન્ય અલગ અલગ એકાઉન્ટમાં કુલ ૬૪ હજાર રૂપિયા ભરી દીધા હતા ત્યાર પછી સામેથી કોઈ ફોન કોલ ન આવ્યો અને બેંક એકાઉન્ટમાં જમા ન થતા છેતરપિંડી થયું હોવાનું બહાર આવ્યું હતું અને આ મામલે તેમણે પોલીસને લેખિત ફરિયાદ કર્યા બાદ વિધિવત્ રીતે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે