મે.પોલીસ અધિક્ષક શ્રી.હર્ષદ મહેતા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી.આર.એન.નકુમ સાહેબનાઓ દ્રારા દારૂ તથા બે થી વધારે શરીર સબંધી ગુન્હા જેવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોને તડીપાર કરવાની આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એન.સી.સગર તથા પો.સ્ટાફ નાઓએ સરવા ગામે દારૂની પ્રવૃતિ કરતો ઇસમ મનુભાઇ ભુપતભાઇ દુમાદીયા જાતે કોળી ઉ.વ.૩૦ રહે.સરવા તા-જી.બોટાદ વાળાનાઓને દારૂના અલગ-અલગ કેસો માં સંડોવાયેલ હોય અને દારૂની પ્રવૃતિ બંધ કરતો ન હોય તેમજ પાળીયાદ ટાઉન માં અવાર-નવાર એક થી વધારે શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ રાહુલભાઇ નાનજીભાઇ ચાવડા જાતે અનુ.જાતિ રહે.પાળીયાદ તા-જી.બોટાદ વાળો હોય જેથી બંન્ને વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર અને સબ ડીવી.મેજી.સાહેબ શ્રી.બોટાદને મોકલી આપતા મ્હે.સબ.ડીવી.મેજી.શ્રી.બોટાદનાઓએ તડીપાર દરખાસ્ત મંજુર કરી સામાવાળાને બોટાદ,ભાવનગર,અમરેલી,સુરેન્દ્રનગર,અમદાવાદ,રાજકોટ જીલ્લાઓની હદ બહારનો હુકમ કરતા પાળીયાદ પોલીસે તેની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.