પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના ટ્રકના ટાયર ચોરીના ગુન્હામા છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ દ્વારા બોર્ડર રેન્જ જીલ્લાઓના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમ બનાવેલ હોય જેના અનુસંધાને પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબનાઓની સુચનાથી પશ્ચિમ કચ્છ ભુજના નોડલ અધિકારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એમ.દેસાઇ સાહેબ તથા એલ.સી.બીના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.આર.ગોંડલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લાની એલ.સી.બી.ની એક ટીમ રાજસ્થાન ખાતે નાસ્તા ફરતા આરોપીઓની સોધખોળમા હતી તે દરમ્યાન હકીકત મળેલ કે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ 70 / 2016 આઇ.પી.સી કલમ 379ના કામનો નાસ્તો ફરતો આરોપી બાડમેર જીલ્લાના ચૌટહન તાલુકાના મોટા ઇટાડા ગામમા તેના ઘરે હાજર છે જેથી વર્કઆઉટ કરી સ્થાનીક પોલીસ સાથે રાખી હકીકત વાળી જગ્યાએ ચેક કરતા ઉપરોક્ત હકીકત વાળો ઇશમ આંબારામ દેવારામ મેઘવાડ રહે મોટા ઇટડા તા. ચૌટહન જી. બાડમેર વાળો તેના ઘરે હાજર મળી આવેલ હોય જેથી તેને સીઆરપીસી 41(1) આઇ મુજબ અટક કરી આગળની તપાસ માટે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે