સોનાના ભાવમાં ભડકો: ૪૬,૦૦૦એ પહોંચ્યું

સ્ટોક માર્કેટમાં બ્લેક ફ્રાઇડે સાથે આજે સોનાના ભાવમાં પણ ભડકો થઈ પિયા ૪૬,૦૦૦ ની સર્વેાચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક અર્થતંત્રને કોરોના વાઇરસની ઇફેકટ હવે પીળી ધાતુમાં જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં અસ્થિરતા નોંધાય છે ગઈકાલે રાત્રે માર્કેટ બધં થયા ત્યારે જ ૪૫ હજારની સપાટી પાર કર્યા બાદ આજે સવારે માર્કેટ શ થતાની સાથે જ સોનાના ભાવ ૪૬ હજારની નજીક પહોંચી ગયા છે. યારે આ ભાવ આજે બપોર સુધીમાં ૪૬ હજારની સપાટી પાર કરે તેવું સોની બજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે.કોરોના વાઇરસના લીધે વિશ્વભરમાં મહામારી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે બે દિવસ પૂર્વે જ સોનાના ભાવમાં જબરો ઉછાળો આવીને ૪૫૦૦૦ સુધી પહોંચી ગયો હતો ત્યારે આજે ફરી સોનુ સળગ્યું છે. આજે પિયા ૪૬ હજારની સપાટી એ પહોંચી જતા લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. જેને પગલે સોની બજારમાં ગ્રાહકોનો અભાવ જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં અચાનક આવેલા ઉછાળાના કારણે મોટાભાગના લોકોએ વેલરી ખરીદવાનું બધં કરી દીધું છે અને રાહ જુઓની નીતિ અપનાવી છે.વેલર્સ એસોસિયેશનના સભ્યો જણાવી રહ્યા છે કે સોનાના ભાવમાં જે રીતે વધારો નોંધાયો છે તે રીતે લોકો ખરીદી ટાળી રહ્યા છે. સતત વધતા ભાવ અને હાલમાં હોળાષ્ટ્રક પણ ચાલી રહ્યા હોવાથી ખરીદી સાવ ઠપ થઇ ગઇ છે અને નાના વેપારીઓ પણ ચિંતામા આવી ગયા છે. હાલની પરિસ્થિતિ જોતા ઘણા રોકાણકારો એ ઓછા ભાવથી અત્યારે સોનું ખરીધું હતું અને હવે ભાવ વધતા બજારમાં દેખાવા લાગ્યા છે