મીઠીરોહરની સીમમાં વૃદ્ધને ધમકી આપનાર ત્રણ સામે ફરિયાદ

બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કંથકોટ માં રહેતા હીરાભાઈ અમરાભાઇ પરમાર ઉંમર વર્ષ 74 ની મીઠીરોહર ની સીમમાં જમીન છે આરોપી ઇબ્રાહિમ નુરમામદ સોઢા સુલેમાન ઈસ્માઈલ બુચડ અને હુસેન જુમા ચાવડા જમીન પચાવી પાડવા માટે ખોટા કાવા દાવા કર્યા છે અને જમીનમાં વાવણી કરતા હીરાભાઈ પરમારે આ બાબતે તેમને પૂછતા આરોપીઓ ઉશ્કેરાઈ ને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.