રતાડીયા પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને વિદાયમાન અપાયું

તાજેતરમાં મુન્દ્રા તાલુકાના રતાડીયા (ગણેશવાલા) પ્રાથમીક શાળામાં ધોરણ ૮ ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ છટકી રે મારા માખણની મટકી, પ્રેમ રતન ધન પાયો, વાગ્યો રે ઢોલ જેવા રાસગીતો અને અકબર બીરબલના નાટકે વિદ્યાર્થી અને વાલીઓના દિલ જીતી લીધા હતા. ઉમંગ અને ઉત્સાહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરનાર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યા શ્રીમતિ નિપાબેન ગુંસાઈ, સી. આર. સી. કો ઓર્ડીનેટર વિક્રમ દેસાઇ, શિક્ષકો દેવાંગ રામી, સોનલબેન પટેલ તથા રાધિકાબા જાડેજાએ વિદાય લેતા વિદ્યાર્થીઓને સફળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે વિદાય લેતા વિદ્યાર્થીઓ પુજા ઠકકર, ફિઝા લુહાર, દ્રષ્ટીબા ઝાલા, જીનલ રબારી, કિશન રબારી, નીતીન મહેશ્વરીએ અભ્યાસ કાળના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાસમ ચવાણ દ્વારા કરવામાં આવ્યુ હતુ.