ખેડોઈની માન કંપનીમાં બ્લાસ્ટથી સાતને ઇજાઓ

અંજાર તાલુકાના ખેડોઇ નજીક આવેલી માં કંપનીમાં પાઇપ કટીંગ કરતી વખતે બ્લાસ્ટ થતા 7 શ્રમજીવીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પાંચ ની હાલત ગંભીર હતી અને તમામને સારવાર કરવામાં આવી રહી છે.આ અંગેની મળતી વિગતો મુજબ ખેડોઇ નજીક આવેલી માંન ઈન્ડસ્ટ્રીમાં રાત્રીના અરસામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો પાઈપ કટીંગ કરતી વખતે આ બ્લાસ્ટ થયો હતો જેમાં કુશલ વિજય સંઘાણી ઉંમર વર્ષ ૨૦ ઉપેન્દ્ર કુમાર ચંદ્રિકા પ્રસાદ શ્રીવાસ્તવ ઉંમર વર્ષ 47 મંગાભાઈ રૂડાભાઈ ગુજરીયા ઉંમર વર્ષ 46 સતીશ કુમાર શેર સીંગ ઉંમર વર્ષ 34 વિક્રમ રઘુભા જાડેજા,વિજયસિંહ નવલસિંહ જાડેજા ઉંમર વર્ષ 27, અને કેવળ રામાનુજ પટેલ ને ગંભીર ઇજાઓ પહોંચતા ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ સાથે જ માંન કંપનીના પણ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તો પાસે હોસ્પિટલમાં પણ આવ્યા હતા સાત પૈકી પાંચ વ્યક્તિઓને હાલત ગંભીર હતી તેમની આઇસીયુમાં સારવાર ચાલુ હતી.બનાવની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી તબિયત કરાવેલી નોંધના આધારે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.