આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ચાર વાળી સોનલ માતા મંદિર ચોકમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા વિજય કીર્તિ બારોટ જગદીશ બાબુ રાઠોડ પ્રેમ સુરેશ હાસ અને ઘનશ્યામ બાબુ રાઠોડ ને રોકડા રૂપિયા 3480 તેમજ ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૧૬૪૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.