રાપર તાલુકાના એકતાનગર લોદ્રાણી ની સીમમાં બોલેરો જીપ અડફેટે બે બાઇક સવાર યુવાનોના ગંભીર હાલતમાં મૃત્યુ નિપજયા હતા અને એક યુવાનને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે જીપચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.બાલાસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે એકતાનગર લોદરાણી સીમમાં બાલાસર ધોળાવીરા રોડ પર બોલેરો જીપ નંબર જીજે બાર સીપી 0872 ચાલે કે બેદરકારી અને ગફલતભરી રીતે પોતાની જીભ ચલાવીને બાઇક નંબર જીજે 12 એ.આર 60 48 ને અડફેટે લેતા બાઇક સવાર રમેશ ભાઇ રામાભાઇ કોલી નું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું અને કરશનભાઇ મુળજીભાઇ ભીલને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું અકસ્માતમાં જગદીશભાઈ શંભુભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે આ અંગે રામાભાઇ માયાભાઈ કોલી રહે કલ્યાણપર ખડીર એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બોલેરો જીપ ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.