પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ

મે.શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ના.પો.અધિ.શ્રી જે.એન.પંચાલ સાહેબનાઓના માર્ગદર્શન તથા પો.ઇન્સ.શ્રી.પી.કે.પટેલનાઓની સુચનાથી આગામી હોળી ઘુળેટી તહેવાર તથા પ્રોહી ડ્રાઇવના કડક અમલવારી અનુસંઘાને પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.હરેશભાઇ ગઢવી તથા પો.હેડ.કોન્સ.શકિતસિંહ ગોહિલ તથા પો.કોન્સ.ફુલદિપસિંહ રાણાનાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આઘારે મોટા કાંડાગરા ગામના શીવુભા નાનુભા જાડેજાના કબ્જાની વાડીની ઓરડીમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી ફરીયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી – (૧) પ્રભાતસિંહ ઉર્ફે પ્રભુ ધીરૂભા સોઢા ઉ.વ.૩ર રહે.ચાવડાવાસ મોટા કાંડાગરા તા.મુંદરા (ર) યુવરાજસીંહ વજુભા જાડેજા રહે.ત્રગતી તા.માંડવી (૩) શીવુભા નાનુભા જાડેજા રહે.મોટા કાડાગરા તા.મુંદરા (૪) શીવુભા ઉર્ફે કારીયો ઘીરૂભા સોઢા રહે,મોટા કાડાગરા તા.મુંદરા પકડાયેલ આરોપી- (૧) પ્રભાતસિંહ ઉર્ફે પ્રભુ ઘીરૂભા સોઢા ઉ.વ.૩૨ રહે.ચાવડાવાસ મોટા કાંડાગરા તા.મુંદરા (૨) શીવુભા નાનુભા જાડેજા રહે.મોટા કાડાગરા તા.મુંદરા મુદામાલ ની વિગત– ભારતિય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની શીલબંધ કાચની ૭૫૦ એમ.એલની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૧૫૨ કિ.રૂ.૪,૦૩,૨ર૦૦_ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ.૦૧ કિ.રૂ.૩૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ. ૪,૦૬,૨૦૦/- આ કામગીરીમાં મુંદરા પો.સ્ટે.ના પો.ઈન્સ શ્રી પી.કે.પટેલ સાહેબ તથા સાથે સ્ટાફના એ.એસ.આઇ હરેશભાઇ ગઢવી તથા પો.હેડ.કોન્સ.શકિતસિંહ ગોહિલ તથા નિલેશભાઇ ભટટ તથા પ્રદયુમનસીહ ગોહિલ તથા અશોકભાઇ કનાદ તથા પો.કોન્સ.ફુલદિપસિંહ રાણા તથા જયદેવસિંહ ઝાલા તથા રાજદિપસિંહ ગોહિલ તથા સાગરભાઇ ચરમટા વિગેરે જોડાયેલ હતા.