મોમાઈમોરા ચોબારીમાં કાર ચડાવીને યુવાનની હત્યા

image_1583900274

ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ચોબારી ના મોમાઈમોરા વિસ્તારમાં રહેતા માધાભાઈ ખુમાણ ભાઈ મેરીયા ધુળેટીના દિવસે તેમના ઘર પાસે દીકરા સાથે ઉભા હતા ત્યારે આરોપી કાર નંબર એમ.એચ ઝીરો વન પીએ ૯૭૪૦ ના ચાલક રમેશ ભૂરા વરચંદ આહીર a પોતાની કાર મનફરા ગામ તરફના રોડ ઉપર પૂર ઝડપે ચલાવીને માધાભાઈ ખુમાણભાઇ મેરીયા ઉપર ચડાવી દઇને તેમને ગંભીર ઈજા પહોંચાડતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આરોપી કારચાલકે કાર માધાભાઈ ઉપર ચડાવીને મારી નાખ્યો કેમ કઈ જાતિ અપમાનીત શબ્દો કહ્યા હતા આ અંગે ભોગ બનનાર ના ભત્રીજા ચંદુલાલ ભીખાભાઈ મેરીયા એ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે આરોપી રમેશ ભૂરા વરચંદ સાથે અગાઉ ડ્રાઇવિંગ બાબતે કાકા માધાભાઈ ખુમાણ ભાઈ મેરીયા ને મન દુખ થયું હતું જેના પગલે આરોપી કારચાલક રમેશ ભૂરા વચન દે કાકા માધાભાઈ ઉપર કાર ચડાવી ને તેમની હત્યા કરી દીધી છે કાર ચડાવ્યા બાદ મારી નાખ્યો જેવા શબ્દો બોલીને જાતિ અપમાનીત શબ્દો કહ્યા હતા આ અંગે પોલીસે આરોપી સામે 302 સહિતની કલમો તળે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.