અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભીમાસર ટપ્પર રોડ ઉપર દસ વાગ્યાના અરસામાં બાઈક નંબર જીજે12 ઇ સી 5679 ના ચાલક સંજીવકુમાર કામદેવસીંગ રાજપુત ઉંમર વર્ષ 33 એ બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેના કારણે માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે