કચ્છમાં અપમૃત્યુના બનાવોમાં બાળક સહિત ત્રણના મૃત્યુ

આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આડેસરમાં રહેતા બે વર્ષના સિરાજ હારુન રાજા રમતા રમતા ગરમ પાણીના તપેલા ઉપર પડતા દાઝી જવાથી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું તો બીજા બનાવમાં પોલીસે કહ્યું હતું કે જુના ચિત્રોમાં રહેતા ૪૦ વર્ષીય શાંતાબેન રાયધનભાઈ વાલ્મીકિએ સવારના છ વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો તેમના દેવર રાપર હોસ્પિટલ એ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ભોગ બનનાર પરિણીતાને પાંચ સંતાનો છે કોઈ અગમ્ય કારણોસર તેમણે આ પગલું ભરી લીધું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળ જવાબદાર કારણો માટે તપાસ હાથ ધરી છે.ત્રીજા બનાવમાં પોલીસે જણાવ્યું હતું કે અબડાસા તાલુકાના મોખરા ગામમાં રહેતા નાંથીબાઈ ઉરસભાઈ અઠિયા ઉંમર વર્ષ 45 ધુળેટી ના દિવસે સાંજના સમયે રસોઈ બનાવતા દાઝી જતાં ગંભીર હાલતમાં ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.