પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી તેમજ પોલીસ અધિક્ષક્શ્રી સૌરભ તોલબિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ ક્ચ્છ-ભુજ દ્વારા અગાઉ પશ્વિમ કચ્છ જિલ્લાના ભુજ શહેર ‘એ/ડીવીઝન તેમજ ભુજ શહેર ‘બી/ડીવીઝન પો.સ્ટે.ના ખુન, ખુનનીં કોશીષ જેવા શરીર સબંધી તેમજ ખંડણી ઉધરાવવાના ગુન્હામાં પકડાયેલ આરોપી (૧) મોહસીન અલીમામદ હિંગોરજા ઉ.વ.31, (ર) મુજાહિદ અલીમામદ હિંગોરજા. ઉ.વ. 28. ભુજવાળા વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સાહેબશ્રી કરછ-ભુજને મોકલવામાં આવતા કલેક્ટર સાહેબની તરફથી આરોપી વિરૂધ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇસ્યુ કરેલ હોઇ જે અનુસંધાને આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કય્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોડલીયા તેમજ પો.સબ. ઇન્સ એ.જે. રાણાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ દ્વારા પાસા વોરંટના આધારે તપાસ કરતા પાસા વોરંટ જે ઇસમો વિરૂધ્ધ ઇસ્યુ થયેલ તે ઈસમો મળી આવતા વોરંટની બજવણી કરી અટકાયત કરી આરોપી મોહસીન અલીમામદ હિંગોરજા મધ્યસ્થ જેલ વડોદરા ખાતે તથા મુજાહીદ અલીમામદ હિંગોંરજાને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવા તજવીંજ કરેલ છ.