ગાંધીધામની જનતા કોલોની પાસે આવેલ ચામુંડા નગરમાં ૧૨ વર્ષીય બાળા સાથે બનેલા જાતીય અડપલાં ના બનાવે ચકચાર સર્જી છે. જોકે, બાળકીએ બુમાબુમ કરતાં આધેડ વયનો આ કામાંધ શખ્સ ઝડપાઇ ગયો હતો. પોતાની પડોશમાં રહેતી ૧૨ વર્ષીય બાળકીને કડીયા કામ કરતો સતીષ ઉર્ફે બ્રિજેશસિંહ છીદુસિંહ તોમર નામનો આધેડ શખ્સ એક મકાનનું કામ ચાલુ હતું ત્યાં લઈ ગયો હતો. ત્યાં આ ઢગાએ પોતાનું પોત પ્રકાશી બાળકી સાથે જાતીય અડપલાં કરવાનું શરૂ કરતાં ડરી ગયેલ બાળકીએ બુમાબુમ કરી મૂકી હતી. પરિણામે આજુબાજુના લોકો એકઠા થઇ જતાં આ ઢગાને અકીલા ઝડપી પોલીસ બોલાવી હતી. પોલીસે ઝડપયેલ સતીશ ઉર્ફે બ્રિજેશસિંહ સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.