વીડી માં રહેતા સત્યેન્દ્ર નાનજી હડિયા ઉંમર વર્ષ 32 ને અલગ અલગ નંબરથી ફોન કરનાર અજાણ્યા શખ્સે ફોન કરીને વોટ્સએપ મારફતે વાતચીત કરી સત્યેન્દ્ર ભાઈને વિશ્વાસમાં લઈ અને ઈન્દુસ બેંક ના ક્રેડિટ કાર્ડ ઉપર બજાજ ફાઇનાન્સ લોન ક્રેડિટ કાર્ડ મળી જશે તેવી લાલચ આપી પાનકાર્ડ સહિતની માહિતી લઈ એક લિંક મૂકી હતી જેની ઉપર ફોર્મ ભરી રૂપિયા દસનો ટ્રાન્જેક્શન કરવા માટે કહ્યું હતું અને સત્યેન્દ્ર હડિયા એ બે વખત ટ્રાન્જેક્શન કર્યું હતું અને બંને ટ્રાન્જેક્શન ફેલ ગયા હતા જેની તપાસ કરતા સતેન્દ્ર હડિયાના ક્રેડિટ કાર્ડ માંથી બે વખત થયેલા ટ્રાન્ઝેક્શનમાં કુલ 59998 રૂપિયા ઉપડી ગયા હતા અને છેતરપિંડી કરવામાં આવી હતી આ અંગે તેમણે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે