માધાપર વિસ્તારમાં થયેલ ખૂનના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભુજ શહેર બી ડિવિજન પોલીસ

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફ.ગુ.૨.નં.૩૦૪/ર૦ ઈ.પી.કો કલમ ૩૦૨,૩૦૭,૫૦૬(૨),જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનો તા.૧૨/૦૩/૨૦૨૦ ના ક. ૧૬/૦૦ વાગ બનવા પામેલ જેમા આ કામેના ફરીયાદી કેતનભાઇ ભવાનભાઇ જોગી રહે. યક્ષ મંદિરની સામે જોગીવાસ નવાવાસ માધાપર ભુજ વાળાઓએ આપેલ ફરીયાદ હકીકત જેમા આરોપી ઇમરાન મામદ સમાના ભાઇનો ફરીયાદી સાથે અગાઉ ઝગડો થયેલ જેનુ મનદુખ રાખી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના મિત્ર રામજી સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી આરોપી ઉગ્ર થઇ પોતાની ભેટ માંથી છરી કાઢી રામજીના પેટના ભાગે ઘા મારી ગંભિર ઇજા કરી મોત નિપજાવેલ તેમજ ફરીયાદીના ડાબે ખંભે છરી વડે જીવલેણ હુમલો કરી ગંભિર ઇજા પહોચાડી ગુનો કરેલ હોઇ જે અંગેની ફરીયાદ આપતા સદરહુ ગુનો ક. ૧૯/૧૫ વાગે જાહેર થયેલ જે અનુસંધાને સદરહુ ગુનો વહેલામા વહેલી તકે ડીટેકટ કરવા અંગે લક્ષ દઇ આર.એન. ખાંટ પોલીસ ઇન્સપેકટર નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ કામના આરોપીના સગા સબધીઓ જે માંડવી તેમજ ગઢશીશા વિગેરે વિસ્તારોમા રહેતા હોઇ તે જગ્યાએ આરોપીની તપાસ શોધ ખોળ કરવામા આવી તે દરમ્યાન અત્રેના પો.સ્ટેના તેમજ સર્વેલન્સ ટેકનોલોજી આધારે એ.એસ. આઇ. નિરૂભા મંગળસિંહ ઝાલા તથા પો.હેડકોન્સ.હરિશચંન્દ્રસિંહ બંળવતસિંહ જાડેજા નાઓને સયુકત બાતમી હકીકત મળેલ કે આ કામનો મર્ડર કરનાર આરોપી ઇમરાન મામદ સમા જેઓ મઉ તેમજ મકડા ગામ વચ્ચેની સીમમાં છે જે હકીકત આધારે સદરહુ આરોપીને ઇમરાન મામદ સમા ને બનાવ બન્યાના ૨૪ કલાકની અંદર પકડી પાડી પો.સ્ટે. ખાતે લાવી સદરહુ ગુનામા અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને સદરહુ ગુનાની તપાસ ચાલુમા છે.