ભચાઉ પાસે ત્રણ શખ્સો ઉપર સ્કોર્પિયો જીપ ચડાવીને ત્રેવડી હત્યાના પ્રયાસથી ચકચાર

પૂર્વ કચ્છમાં અસામાજિક તત્વો બેલગામ અને બેખોફ હોય એવી પરિસ્થિતિ છે. ચોબારી, સુવઈ, આડેસર, શિકારપુર જેવા ગામોમાં અસામાજિક તત્વોને પોલીસનો તેમ જ કાયદાનો ડર પણ જાણે રહ્યો નથી. ભચાઉના ચીરઈ ગામે મધરાત્રે લુણવા જતા રસ્તા ઉપર બાઈકથી જતાં ભાવેશ મોતી કોળી, હરેશ બાબુ કોળી અને દિનેશ બાબુ કોળી ટ્રિપલ સવારીમાં બાઇક અકિલા ઉપર જઈ રહ્યા હતા ત્યારે સ્કોર્પિઓ જીપમાં પાછળ આવી રહેલા રામદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, બાવલા બીજલ કોળી અને કાનજી માલા કોળીએ તેમની બાઇક ઉપર જીપ ચડાવીને તેમને પટકી પાડ્યા હતા. પટકયા બાદ ત્રણેય ઉપર ત્રણ વખત જીપ ચડાવીને તેમને જીપ નીચેઙ્ગ ચગદીને તેમને મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આરોપીઓ ગંભીર ઇજા પામેલા આ ત્રણેય ફરિયાદીને જીપમાં બેસાડીને અપશબ્દો ભાંડી દારૂની બાતમી આપનારના આવા હાલ હવાલ કરીને મારી નાખવાની ચેતવણી આપી આપી હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ખસેડીને આ બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આ બનાવની ગંભીરતાની નોંધ લઈને ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ભચાઉ પીઆઇ મનસુખ જેતપરિયા આ બનાવની તપાસ કરી રહ્યા છે.