ભુજમાં આવેલી બોર્ડર વીંગ બી કંપનીના હવાલદાર મેેજર રૃપિયા ૧૮૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે. રજા પર ગયેલા કર્મચારીને પરત ફરજ પર હાજર ગણવા અને રજાની માંગણી વખતે હેરાનગતિ ન કરવા માટે લાંચની માગણી કરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડર વીંગમાં ફરજ બજાવતા કર્મચારી છ દિવસની રજા ઉપર ગયા હતા જે રજા બાદ આ સ્થળે હાજર કરવા માટે તેમજ અન્ય રજાની માંગણી વખતે હેરાનગતિ ન કરવાના હવાલદાર ખેંગારજી સોઢા દ્વારા રૃપિયા ૧૮૦૦ની માંગણી કરવામાં આવી હતી. જેથી કર્મચારીએ આ બનાવની જાણ લાંચ રૃશ્વત વિરોધી બ્યુરોને કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. શહેરના હરીપર રોડ પર આવેલી સીટી પોલીસ લાઈનમાં બોર્ડર વીંગના વર્ગ ત્રણના હવાલદાર મેજર ખેંગારજી ગંભીરસિંહ સોઢાને રૃપિયા ૧૮૦૦ની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી પોલીસ ઈન્સ્પેકટર પી.કે.પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ સમગ્ર બનાવમાં ઝડપાયેલ હવાલદારને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે