ગાંધીધામના વોર્ડ-૧ એ વિસ્તારમાં આવેલ નાલાઓમાં દબાણ થઈ થવાથી પાણીનો નિકાલ થતો નાથી. નાલામાં દબાણ થવાથી પાણી એક જ જગ્યાએ રોકાઈ જાય છે. ગંદકીના પગલે રોગચાળો વકરે છે.આદિપુર વોર્ડ નં.૧ એ માં આવેલ નાલાઓમાં દબાણ થઈ ગયા છે. દબાણના પગલે પાણીનો નિકાલ થતો નાથી. રામદેવપીર મંદિરની પાછળ વરસાદી પાણીનો નિકાલ થતો નાથી. નાલામાં દબાણ થવાથી પાણી એક જ જગ્યાએ રોકાઈ જાય છે. જેના કારણે વાતાવરણ ગંદકીમય વાતાવરણ રહેવા પામે છે. મચ્છરોનો ઉપદ્રવ વાધી રહેલ છે. જે ગંભીર રોગચાળાને નોતરી શકે છે. પાણીનો એક જગ્યાએ ભરાવો થવાથી રામદેવપીર દિવાલ પણ જર્જરીત છે. જેાથી, નગરપાલિકાની ગ્રાંટમાંથી આ મંદિરનું રીનોવેશન કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.આ અંગે રજુઆત કરતા રાષ્ટ્રીય પાવર પાર્ટીના પ્રમુખ રામજીભાઈ ચારણે જણાવ્યુ હતુ કે, આ એરિયામાં રહેનારા રહીશોને ગટર ચોક અપ થઈ જવાથી ઘરોમાં પાણી ઘુસી જાય છે. અરજદારો નગરપાલિકા કચેરીમાં જાય છે તેમ છતા તેમની સમસ્યાનો નિકાલ આવતો નાથી. હાલમાં મણીનગરમાં જે ગટરલાઈન નાખવામાં આવી છે તેમાં આગળના ભાગમાં લાઈન નાખવામાં આવી નાથી તો લાઈન નાખવામાં આવે તેવી માંગ કરાઈ છે. વોર્ડ નં.૧ એ વિસ્તારની વિવિાધ સમસ્યાઓનો ઉકેલ લવાય તેવી રજુઆત ઉઠી છે.