ગાંધીધામમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ એ વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના રોટરી નગર માં મકાન નંબર 500 માં રહેતા કિશોરભાઈ હરિભાઈ વિગોરા રાત્રિના સમયે દુકાને ગુટકા લેવા ગયા ત્યારે આરોપી ભાવેશ કાનજી માતંગી કિશોરભાઈ સાથે ટકરાયો હતો  કિશોરભાઈ ભાઈ જોઈને ચાલો ને તેવું કહેતા આરોપી ભાવેશ કાનજી માતંગ ઉશ્કેરાઇને કિશોરભાઈ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.