ગાંધીધામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહન હડફેટે અજાણી વ્યક્તિનું મોત

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કંડલા થી ભચાવ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર એચપી પેટ્રોલ પંપની બાજુમાં બોમ્બે રેસ્ટોરેન્ટની સામે અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારીથી ચલાવીને રાહદારી અજાણી વ્યક્તિ આશરે ઉંમર વર્ષ ૩૫ ને હડફેટે લેતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને ભોગ બનનાર યુવાન વ્યક્તિ ઓળખ સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.