કોરોના વાયરસના કહેરે વિશ્ર્વને હચમચાવી દીધુ છે ભારતમાં પણ આ વાયરસના સંક્રામિતમા આવેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેથી સરકાર અને વહીવટી તંત્ર ચિંતત બન્યુ છે અને આ વાયરસને ફેલાતો અટકાવવા દેશભરમા લોક ડાઉનના પગલા લેવા પડ્યા છે તેમ છતાં વિદેશથી ભારતમાં આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોથી કોરોના વાયરસના શંકાસ્પદ કેસની સંખ્યા ચિંતાજનક વધતી જાય છે ત્યારે દુબઈથી ગાંધીધામ અને અહીથી મુંબઈ ગયા બાદ એક વ્યક્તિનું મૃત્યુ નિપજયું હોવાના એહેવાલે સમગ્ર તંત્રને હચમચાવી દીધુ છે આ સમાચારથી કચ્છના વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.ગઈકાલથી આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી આ વ્યક્તિના સંપર્કમાં આવેલા 25 વ્યક્તિઓને કોરનટાઈન કર્યા છે જેથી ગાંધીધામમાં કોરનટાઈનની કુલ સંખ્યા 105 સુધી પહોંચી છે જેમાં મોટાભાગના લોકોને હોમ કોરનટાઈન કરવામાં આવ્યા છે જ્યારે દુબઈથી ગાંધીધામ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા 25 વ્યક્તિઓને આદિપુરના સ્વામિ લીલાશા ધર્મશાળામાં અને ગાંધીધામના ૩ તબીબ પાસે સારવાર લીધી હતી આ ત્રણેય તબીબોને પણ ભૂજ ખાતે રાખવામાં આવ્યા છે ગાંધીધામમાં આ બનાવ બાદ આરોગ્ય વિભાગ દ્વારા જ્યાં આ વ્યક્તિ રોકાયા હતા તે ઘર અને તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓ અંગે સર્વે કરી વિગતો મેળવી હતી અને તમામ લોકોને કોરનટાઈનમા રાખવામાં આવ્યા છે તેમ આરોગ્ય અધિકારી ડો. સુતરીયાએ જણાવ્યું હતું.