કચ્છમા છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે લોકોમાં કમોસમી વરસાદની ચિંતા હતી આજે વહેલી સવારે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી કોરોના વાયરસ અને લોક ડાઉનને કારણે લોકો ઘરમાં જ રહે છે ત્યારે વરસાદ પડતા લોકોમાં વધુ ચિંતાની લાગણી ફેલાઇ છે કચ્છમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો ગાંધીધામ સહિત પૂર્વ કચ્છમાં અને ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં વહેલી સવારે વરસાદ ચાલુ થયો હતો પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને વહેલી સવારમાં જ કચ્છના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો ચાલુ થયો હતો મુન્દ્રા, ભુજ, માતાનામઢ, મોટી વિરાણી, દયાપરમા અને ગાંધીધામ, અંજાર અને ભચાઉ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો ગાંધીધામ સહિત પૂર્વ કચ્છમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું રહેતુ હતું અને આજે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડવાનો ચાલુ થયો હતોહાલમાં માર્ચ મહિનો પૂર્ણ થવાના આરે છે અને આ સમયે ગરમીનું વાતાવરણ હોય છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી કચ્છમાં તડકો અને વાદળછાયું વાતાવરણ બની રહેતું હતું અને ખાસ કરીને છેલ્લા બે દિવસથી તો વાદળછાયુ વાતાવરણ રહેતા વરસાદ થવાની દેહશત વ્યક્ત થઇ રહી હતી આખરે આજે વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અમુક વિસ્તારમાં જોરદાર ઝાપટુ પડતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા આ સ્થિતિમાં વધુ રોગચાળો ફેલાય તેવી પણ દહેશત વ્યક્ત થઈ રહી છે એક તરફ કોરોનાવાયરસની દહેશતથી લોકો ચિંતામાં પડ્યા છે ત્યારે બદલાયેલા વાતાવરણે લોકોને વધુ ચિંતિત કર્યા છે સામાન્ય રીતે ગરમીની સીઝન હોવાથી કોરોના વાયરસને દેશવટો આપવામાં સફળતા મળશે તેમ મનાઈ રહ્યું હતું ત્યારે બદલાયેલા વાતાવરણ અને વરસેલા કમોસમી વરસાદથી વધુ ચિંતાની લાગણી ફેલાઇ છે