કોરોના વાયરસના સતત વધતા કહેર વચ્ચે થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કોરોનાનો ચેપ ફેલાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 42 નવા કેસ નોંધાયા છે. આ માહિતી આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલએ પત્રકાર પરિષદમાં આપી હતી.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે અને 649 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લુવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે લગભગ 17 રાજ્યોમાં કોરોનાના માટે હોસ્પિટલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.