કચ્છમાં ૨૩,૬૧૨ લોકોનું સ્ક્રીનિંગ કરાયું

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સૃથળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુાધીમાં કુલ ૯૯૪ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮૬ જેટલા સૃથાનિક વ્યકિતઓનું પણ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૨૩૬૧૨ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી ૧૬ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧ પોઝીટીવ કેસ છે. ૧૫ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલ છે. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસૃથાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૪૩૭ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જે પૈકી કુલ ૧૪૩૭ માંથી ૧૩૯૨ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લાની વિવિાધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૧૬ શંકાસ્પદ વ્યકિતઓમાંથી ૧૫ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૧ દર્દી એડમીટ છે. જિલ્લામાં કુલ ૧૮૩૪ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૪૫ વ્યકિતઓને કવોરોન્ટાઇન કરાયેલ અને ૩ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુાધીની છે.કોરોનાની મહામારીમાં હોમ કવોરેન્ટાઈન કરેલા લોકો ખતરો બનીને તોળાઈ રહ્યા છે ત્યારે તેના પર કડક નજર રાખવામાં કચ્છનું વહીવટીતંત્ર નિષ્ફળ નીવડયું છે. ગઈકાલે ૭ લોકો ભાગી ગયાની ઘટના તેનો પુરાવો છે. તો બીજીતરફ અનેક લોકો પોતાના ઘરમાં બિન્દાસ્ત શહેર તાથા ગામોમાં ફરતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. છેલ્લા ૧૦ થી ૧૨ દિવસમાં અનેક લોકો વિદેશાથી તાથા અન્ય રાજ્યમાંથી કચ્છમાં આવી ચુક્યા છે. ઉપરાંત એક પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા લોકો સહિત અત્યાર સુાધી ૧૪૦૦થી વધુ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. પરંતુ આ લોકો પર ચાંપતી નજર રાખવામાં વહીવટીતંત્ર તાથા આરોગ્ય તંત્ર સં દતર નીષ્ફળ પુરવાર થયું છે. જેના પરીણામ સ્વરૃપ ૭ લોકો કચ્છ મુકીને નાસી ચુક્યા છે જે શરમજનક બાબત બની છે. તો બીજીતરફ અનેક ઘરમાં ૧૪ દિવસ રહેવાની સુચના આપેલા અનેક લોકો પોતાના ઘરની બહાર ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. સરકાર દ્વારા મરાતો સહીનો સિક્કો પાણીમાં હાથ નાખતા જ ધોવાઈ જતો લોકો તેને ધોઈને પોતાનું કામ પતાવવા ગામમાં ફરે છે. અત્યાર સુાધી કચ્છમાં એક પોઝીટીવ કેસ છે પરંતુ કવોરેન્ટાઈન લોકો પર કડક વોચ ન ગોઠવવાની તંત્રની બેદરકારી ક્ચ્છને ભારે પડી શકે છે.