સામખિયાળી અને લલીયાણામાં બે યુવાનોના શંકાસ્પદ મોતથી ચકચાર

ભચાઉ તાલુકાના સામખિયાળી અને લલીયાણા ગામમાં ક્રિકેટ રમતી વખતે ઉલટી થવાના કારણે બે યુવાનોના મોત નિપજ્યા હોવાની બનેલી જુદી જુદી બે શંકાસ્પદ ઘટનાઓના કારણે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે નીતીન મણીલાલ કોલી (ઉ.વ.ર૪)ને ઉલ્ટી થતાં મોત નિપજ્યું હતું. જ્યારે લલીયાણાના અર્જુનસિંહ જાડેજા (ઉ.વ.રપ)નું આજ રીતે મોત નિપજ્યું હતું. બનાવની જાણ સૃથાનિક પોલીસને કરવામાં આવી છે. તપાસનીશ પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં અકસ્માત મોત હોવાનું જાણવા મળે છે. જો કે બીજી તરફ ચર્ચાતી વાતો મુજબ કોરોના વાયરસના કારણે આ મૃત્યુ નિપજ્યા નહીં હોય તેની શું ખાત્રી, આ બાબતે મેડીકલ તપાસ કરવી જરૃરી બની રહે છે. તેમજ બન્ને હતભાગીઓ એક જ રીતે મૃત્યુ પામ્યા છે.