પશ્ચિમ કચ્છ પોલીસે લોકડાઉન થયેલા ૨૦ સિનિયર સિટીઝનોને મદદ કરી

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકડાઉનના પગલે ખાસ કરીને સિનિયર સિટીઝન કે જેઓ એકલા રહે છે તેઓને મદદરૃપ થવા હેલ્પલાઈન શરૃ કરી છે.તેના દ્વારા જરૃરીચીજો તાથા દવાની મદદ પહોંચાડાઈ રહી છે. આજે આવો જ એક કોલ આવતા મિરઝાપરના વૃધૃધ દંપતિને ખુદ એસ.પી જઈને દવા પહોંચાડાઈ હતી.કચ્છને લોકડાઉન કરી દેવાતા સમગ્ર વાહનવ્યવહાર ઠપ્પ છે. આવશ્યક ચીજોની દુકાનો ખુલ્લી છે પરંતુ તેના સુાધી વૃધૃધોની પહોંચ ન હોય તો પોલીસ મદદે આવી રહી છે. કોરોનાનો ખતરો સૌથી વધુ ખતર સીનીયર સીટીઝનો પર તોળાઈ રહ્યો છે ત્યારે તેઓને કામ વગર બહાર ન નીકળવા ખાસ અનુરોધ કરાઈ રહ્યો છે ત્યારે જેઓ પોતાના પરીવારાથી દુર અને એકલા રહેતા હોય તેવા સીનીયર સીટીઝનો માટે પોલીસે વ્યવસૃથા શરૃ કરી છે. સામાન્ય હેલ્પલાઈન નંબર ૧૦૦ પર જો કોઈ વૃધૃધ ફોન કરશે તો તેઓને પોલીસ જાતે જઈને જરૃરી ચીજો પહોંચાડી દેશે. અત્યારસુાધી ૨૦ ફોન આવી ચુક્યા છે જેમાં પશ્ચિમ કચ્છ પોલીસે બી.પી, ડાયાબીટીસ, દુાધ ,રાશન સહીતની ચીજો પહોંચાડી છે. આ અંગે એસ.પી સૌરંભ તોલંબીયાએ જણાવ્યું હતું કે, આજે મિરઝાપરાથી એક વૃધૃધનો ફોન આવ્યો હતો જેને ડાયાબિટીસની દવાની જરૃરીયાત હતી. તેઓએ હેલ્પલાઈન પર મદદ માંગતા જાતે જઈને દવા પહોંચાડી હતી. અન્ય વૃધૃધોને પણ અનુરોધ છે કે લોકડાઉનાથી ગભરાવવાની જરૃર નાથી જો કોઈ પણ ચીજની જરૃર હોય તો ૧૦૦ નંબર પર ફોન કરવાથી તેમને મદદ મળી જશે.