કચ્છમાં વધુ એક શંકાસ્પદ દર્દી દાખલ

content_image_9b300070-d2f6-482b-a38f-6ff5cec3c89e-1

કચ્છમાં કોરોનાના લક્ષણો ધરાવતા વધુ એક શંકાસ્પદ દર્દીને સારવાર માટે દાખલ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે ભુજના બળદિયા ગામના ૭ર વર્ષીય વૃદ્ધને શરદી, ખાંસી તાવ સાથે કોરોના જેવા લક્ષણો જણાયા હોઇ તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરી તેમના નમૂના તપાસ માટે મોકલાયા છે. આ વૃદ્ધ અમેરિકાના કેલિફોર્નિયાથી વાયા દુબઇ થઇને વતન કચ્છમાં બળદીયા ગામે આવ્યા હતાં