કચ્છમાં કોરોના વાયરસના પ્રતાપે ઘર આંગણે રમાતી રમતો જીવંત બની!

કોરોના વાયરસના પ્રતાપે દોડતું જીવન એકા-એક થંભી જતાં લોકોને સમય કેમ પસાર કરવો તે મુશ્કેલ બન્યું છે. આ સિૃથતિમાં લોકો ફરી બાળપણની જુની તાથા ભુલાઈ જવા આવેલી રમતો જીવંત કરીને તેના સહારે સમય કાઢી રહ્યા છે. ઘર બહાર ન નીકળવાના ચુસ્ત આદેશ બાદ લોકો પરીવારના સભ્યો સાથે સમય વિતાવી રહ્યા છે. ઘડિયાળના કાંટે ચાલતા માનવજીવનને કોરોનાએ હાંસિયામાં ધકેલી દિધું હોય તેમ માનવને પોતાના ઘરમાં જ રહેવા મજબુર બનવું પડયું છે. જોકે, આનાથી એક વાતનો ફાયદો થયો છે કે, સતત દોડતા લોકો પરીવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આઉટડોર રમતો પર બ્રેક આવી જતા હવે લોકો પોતાના બાળકો સાથે ઘરબેઠા રમી શકાય તેવી રમતો તરફ વળ્યા છે. જેમાં સાપસીડી, લુડો, દોરી કુદ, અઠ્ઠોપગડો, પાંચીકા, ચેસ જેવી રમતો ફરી જીવંત બની છે. નવી પેઢીને પણ આ રમતો ભુતકાળમાં લોકો રમતા તેનો ખ્યાલ આવ્યો છે. તો રસોડાથી દુર રહેતા પુરૃષો રસોઈ પર હાથ અજમાવતા જણાઈ રહ્યા છે.