દેશમાં કોરોનાની મહામારી વચ્ચે માર્ચ માસના અંતિમ દિવસોમાં કચ્છમાં મહત્તમ પાતમાનનો પારો ઉંચે ચડવા માંડયો છે. એકાથી બે ડિગ્રીનો વાધારો થયો છે. ભુજમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી જેટલું વાધીને ૩૭.૮ ડિગ્રી સે. નોંધાયું છે. કંડલા એરપોર્ટમાં ૩૬.૭ ડિગ્રી અને નલિયામાં ૩૬.૫ ડિગ્રી રહ્યું છે.ગત સપ્તાહે સાયકલોનીક સરક્યુલેશનની અસર તળે કચ્છમાં બે દિવસ કમોસમી વરસાદ પડયો હતો. જેાથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાત્રિના અને વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. વાદળછાયું વાતાવરણ વિખેરાયા બાદ ફરી મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડવા માંડયો છે. ભુજમાં મહત્તમ તાપમાન ૩૮.૨ ડિગ્રી અને લઘુત્તમ ૨૦.૫ ડિગ્રી સે. નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૬ ટકા અને સાંજે ૧૯ ટકા રહ્યું છે. પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ ૪ કિમીની અને દિશા ઉત્તર-પૂર્વની રહી હતી. નલિયામાં મહત્તમ ૩૬.૫ અને લઘુત્તમ ૧૮ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૬.૭ અને ૧૯.૬ ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં મહત્તમ ૩૭.૮ અને લઘુત્તમ ૨૦.૮ ડિગ્રી નોંધાયું છે.