અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે એપીએમસી ત્રણ રસ્તા પાસે પોલીસે કારનો પીછો કર્યો હતો કાર પલટી મારી ગઇ હતી કારની અંદરથી રૂપિયા ૭૧ હજાર ચારસો ની કિંમત ના ૨૦૪ બોટલ અંગ્રેજી દારૂ સાથે આરોપી જમાલશા ઉર્ફે ગઢો કાસમશા શેખ ઝડપી પાડયો હતો આરોપીની પૂછપરછમાં દારૂ ભરેલી કાર હાજીશા વલીસા શેખ એ આપી હોવાનું ખુલ્યું હતું પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે કાર રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે આરોપી કાર લઈને ભાગી રહ્યો હતો પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતા કાર પલટી મારી ગઇ હતી અને તેમાં તપાસ કરતો દારૂનો જથ્થો મળી આવ્યો હતો બંને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે