ખાંડેકમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં સામ સામે ફરિયાદ

રાપર તાલુકાના ખાંડેક ગામમાં નર્મદા કેનાલની બાજુમાં નજીવી બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને સશસ્ત્ર ધીંગાણું થયું હતું આ મામલામાં પોલીસે બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે 25 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છેજાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ખાંડેક ગામની નર્મદા કેનાલની બાજુમાં આરોપી મહેશ મેઘવાળ અને ભરત મેઘવાળ એ ભરતભાઈ ધરમશીભાઈ ખાંડેકા સાથે અગાઉ થયેલી બોલાચાલીની મનદુખ રાખી ને આરોપી મહેશ રમેશ મેઘવાળ,ભરત રમેશ મેઘવાળ,રમેશ નાનજી મેઘવાળ,ખોડા નાનજી મેઘવાળ, બાબુ નાનજી મેઘવાળ, ખાના નાન જી મેઘવાળ, ગાંગા નાનજી મેઘવાળ, દિપક માદેવા મેઘવાળ, પ્રકાશ માદેવા મેઘવાળ, હરેશ ભચુ મેઘવાળજેસુખ નરસંગ મેઘવાળ ઘાતક હથિયારો સાથે ભરતભાઈ ખાંડેકા અને સાહેદો ઉપર ઘાતક હથિયારોથી હુમલો કરીને તેમજ છૂટા પથ્થરો મારી ઈજાઓ પહોંચાડી હતી તો સામા પક્ષે મહેશ રમેશ ચૌહાણ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હસમુખ અંબા, ભરત ધરમશી, બળદેવ જેરામ, પ્રવીણ શિવા, સાગર ધીરુ, રમેશ પ્રાગજી, સુખદેવ ચતુર, ધરમશી ભારા, વેરા અંબારામ, સતીશ હેમંત, લાલજી જેરામ, સુખદેવ શિવા, અને તેની સાથે ના એક અજાણ્યા શખસ એ અગાઉ થયેલી બોલાચાલીની મનદુખ રાખી લાકડી લોખંડના પાઇપ ધારીયા ફરી જવા હથિયારોથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બંને જૂથ વચ્ચે થયેલી મારામારીમાં પોલીસે બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધીને ત્રણ આરોપીઓને અટક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે