સરકાર દ્વારા ૧ એપ્રિલાથી સસ્તા અનાજની દુકાનોથી મફત રાશન વિતરણ કામગીરી શરૃ કરાઈ છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોની દુકાનોમાં રાશનનો પુરતો જથૃથો જ પહોંચ્યો નાથી. જેના કારણે લોકડાઉનના સમયમાં લોકોને બાકી રાશન લેવા ફરી દુકાનોના ધરમ ધક્કા ખાવા પડશે. બીજીતરફ આજાથી શરૃ થયેલા વિતરણમાં શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ કક્ષાની દુકાને રાશન લેવા લોકોના ટોળે ટોળા ઉમટતા લોકડાઉન તાથા સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડયા હતા.આ અંગે ઉઠેલી અનેક ફરીયાદોમાં વિવિાધ મુદાઓ સપાટી પર આવ્યા હતા. જેમાં અનેક મુદે પદાિધકારીઓ દ્વારા તંત્ર સમક્ષ પણ રજુઆતો કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગ્રામ્ય તાથા શહેરોની દુકાનો પર સવારે ૬ વાગ્યાથી લાંબી કતારો લાગી ગઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ રાખવાની વાતને લોકો ધોળીને પી ગયા હતા. અનેક દુકાનો પર અવ્યવસૃથા જોવા મળતા કોરોનાની મહામારી અત્યાર સુાધી કચ્છ દુર રહી છે પરંતુ રાશન વિતરણમાં તંત્ર દ્વારા યોગ્ય આયોજન ન કરતા હવેના કોમ્યુનીટી ટ્રાન્સમિશનના ફેઝમાં આ મહામારી કચ્છને સાણસામાં લે તેવો ભય જાગૃતોએ વ્યક્ત કર્યો હતો. રાશનની દુકાનો પર હોમગાર્ડ કે પોલીસના બંદોબસ્ત છતાં અશિક્ષિત તાથા ગરીબ વર્ગના લોકોએ રાશન લેવામાં પડાપડી કરતા અનેક સૃથળોએ અવ્યવસૃથા ચરમસીમાએ જોવા મળી હતી. લોકોના ટોળા ઉમટતા લોકડાઉનનો ખુલ્લે આમ ભંગ ગામડા તાથા શહેરોની ગલીઓમાં થતી આવન- જાવન પરાથી તાદશ્ય થયો હતો. જાગૃતોએ માંગ કરી હતી કે, જો આમ જ રહ્યું તો આ મહામારી ભયજનક રૃપ ધારણ કરશે. એટલે તંત્ર હોમ ડીલીવરી ચાલુ કરશે તે આખા કચ્છના લોકોના હિતમાં રહેશે. બીજીતરફ રાશનની અપુરતા જથૃથાનો મુદો ઉઠાવતા ભુજ પાલિકાના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, ભુજની અનેક દુકાનોમાં માત્ર ઘઉં, ચોખા મળે છે. તો ક્યાંક ઘઉં, ચોખા, ખાંડ મળે છે. તો ક્યાકં ચોખા,ખાંડ,ઘઉં અને મીંઠુ એમ તમામ વસ્તુ મળે છે. દાળ, તેલ, કેરોસીનનું વિતરણ કરવામાં આવતું નાથી. જેના કારણે હાલે તો દુર દુરાથી આવેલો લોકોના ભયજનક ટોળા છે પરંતુ ન મળેલું રાશન લેવા ફરી લોકોની ભીડ એક્ત્ર થશે. આમ મહામારી સામે લડવા લોકડાઉન નિરાર્થક જશે. કચ્છ અત્યારસુાધી સુરક્ષિત છે પરંતુ અણાધડ આયોજન થકી ચેપ ફેલાશે તેવો ભય ઉભો થયો છે.