કચ્છમાં નવા ૬૩૬ વ્યકિતઓનું સ્ક્રીનિંગ કરાયું, ર૪ કલાકમાં ર૩૦ વાહનો ડિટેઈન

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સૃથળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુાધીમાં કુલ ૬૩૬ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૩૩૫૦૧ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ ધારા ૧૮૮ના ભંગ બદલ ગઇકાલ સુાધી કુલ ૨૯ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૃ.૮૦,૭૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ ૧૦૩ જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુાધીમાં કુલ ૨૩૦ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.કોરોના વાયરસની તકેદારીના ભાગરૃપે શરૃ કરવામાં આવેલ હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ ૧૦૭૦ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે.કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારાથી શરૃ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉાધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ ૨૧,૪૫,૫૫૭ લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૦૭૦ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુાધી સમગ્ર કચ્છ જિલ્લામાં ૯૬.૭૨ ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસૃથાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૫૧૪૦ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૪૯૪ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૫૧૪૦ માંથી ૫૧૦૩ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લાની વિવિાધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૧૭ શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુાધી ૧૬ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૧ દર્દી એડમીટ છે. જિલ્લામાં કુલ ૨૨૨૨ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૭૬ વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. ૩૯ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે.