ખોટો ફોટો વાયરલ કરનાર મોટા અંગીયા ગામના સરપંચ સહિત ચાર સામે ફરિયાદ

આ અંગેની મળતી વિગતો અનુસાર પીઆઈ જયદિપસિંહ રાઠોડે નખત્રાણા પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવી છે કે, નખત્રાણામાં રહેતા સુરેશદાન શંભુદાન ગઢવી(રે.મુળ લાખીયાવીરા) દ્વારા એક વોટ્સએપ મેસેજ કરીને આ પંથકમાં કે.પી.એનર્જી લી. નામની કંપની દ્વારા મજુરો એકત્ર કરી લોકડાઉનમાં કામ કરાવી જાહેરનામાનો ભંગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસની ટીમે તપાસ કરતા આ ફોટો ખોટો હોવાનું અને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફોટામાં દેખાતા નખત્રાણાના વિાથોણ ગામના શખ્સ વિકાસ દિનેશ જોશીને ઝડપી લીધા બાદ પુછપરછ કરતા વિાથોણના પૂર્વ સરપંચ રતિ પ્રેમજી ખેતાણી અને મોટા અંગિયા ગામના સરપંચ ઈકબાલ આદમ ઘાંચીએ તેને આ કામ માટે મોકલ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસ તાથા વહીવટી તંત્રના ઉચ્ચ અિધકારીઓએ પણ આ બનાવને ગંભીરતાથી લઈને ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા પોલીસે આઈપીસીની વિવિાધ કલમો તાથા ઈન્ડિયન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો તળે ગુનો દાખલ કરી ચારેય શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ દાખલારૃપ કાર્યવાહીએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.