જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસૃથાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૪૦૧૧ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે.જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૪૯૪ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૪૦૧૧ માંથી ૩૯૬૧ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૩૪૧ સૃથાનિકોનો સમાવેશ થાય છે. જિલ્લાની વિવિાધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૧૭ શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુાધી ૧૬ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૧ દર્દી એડમીટ છે. જિલ્લામાં કુલ ૧૯૦૨ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૫૦ વ્યકિતઓને કવોરોન્ટાઇન કરાયેલ અને ૨૬ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે.વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ ધારા ૧૮૮ના ભંગ બદલ ગઇકાલ સુાધી કુલ ૩૨ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૃ.૬૨૧૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ ૩૧ જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુાધીમાં કુલ ૨૬૬ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.જેમાંથી અત્યાર સુાધીમાં ૧૭ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં ૧ કેસ પોઝીટીવ છે. આમ અત્યાર સુાધીમાં કુલ ૧૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલ છે. વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સૃથળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુાધીમાં કુલ ૭૪૩ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાં ૫૭ સૃથાનિક લોકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુાધી કુલ ૩૨૮૬૫ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે