પૂર્વ કચ્છના ભચાઉ ગાંધીધામ અને અંજારમાં સોશિયલ મીડિયા ઉપર આપત્તિજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પોસ્ટ કરનાર ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને કાયદાના પાઠ ભણાવ્યા છેભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર મહેન્દ્ર ગોવર્ધન સુથારે પોલીસ વિરુદ્ધ ભડકાઉ અને ખોટી ભયજનક માહિતી સાથે પોસ્ટ કર્યું હતું જેના પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ શરૂ કરી છે બીજા બનાવમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે શહેરમાં રહેતા વિશાલ રાજગોર એ સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરી હતી જેની સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરીને ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છેઅન્ય બનાવમાં અંજાર પોલીસે જણાવ્યું હતું કે અંજારમાં રહેતા અલમપુર નામના શખ્સે ફેસબુક ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ માં આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી હતી પોલીસે તે પોસ્ટના સ્ક્રીનશોટ પાડીને આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે