વૈશ્વિક મહામારી કોરોના સામે જંગ જીતવા માટે ૨૧ દિવસનું લોક ડાઉન છે ત્યારે પણ અસામાજિક તત્વો પોતાની અસામાજિક પ્રવૃત્તિ થી બાજ આવતા નથી નખત્રાણામાં મસ્જિદના ઓટલા પાસે બેઠેલા શખ્સો સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા જ અસામાજિક તત્વો દ્વારા બાઈકમાં તોડફોડ કરીને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતાનખત્રાણા પોલીસના જવાનોએ તાકીદે ઘટના સ્થળે પહોંચીને અમુક લોકોને રાઉન્ડઅપ કર્યા હતા નખત્રાણા બસસ્ટેન્ડ અને વથાણ વચ્ચે મસ્જિદ ચોકમાં લોકો એકત્રિત થયા હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી તે દરમિયાન અમુક શખ્સોએ બાઈકમાં તોડફોડ કરીને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા તાકીદ પોલીસના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને લગભગ ૧૫ જેટલા શખ્સો ની અટકાયત કરી હતી તેમની સામે જાહેરનામા ભંગની તેમજ પોલીસની ફરજ રૂકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં જ પોલીસે તેને ડામી દીધો હતો અને આ મામલામાં નખત્રાણા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે