નાગોરમા પોલીસ ફરજમાં રૂકાવટ કરના સરપંચ પતિ સહિતનાં બેની ધરપકડ

ભુજ તાલુકાના નાગોર મા દારૂ પીધેલી હાલતમાં આવી ને પોલીસ સાથે મગજમારી કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર સરપંચ ના પતિ સહિત બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે નાગોર માં આરોપી રાજા જત ,સુલતાન લંગા એ પુષ્પગિરી હેમરાજ ગિરી ગોસ્વામી અને સાહેદો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને આરોપી રાજા જત ને પકડવા પોલીસ તેના ઘરે ગઈ હતી પણ તે નાસી છૂટ્યો હતો દરમિયાન સરપંચના પતિ અરવિંદ રામજી કાતરીયા અને સભ્ય પ્રવીણભાઇ વિશ્રામગર ગુસાઇ એ પીધેલી હાલત મા પોલીસ પાસે આવી નથી જીવલેણ હુમલો કરનાર આરોપીઓ અને તાકીદે પકડે તેમ કહી પોલીસ સાથે મગજમારી કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી પોલીસે બંને સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે